બીરબલ વિનોદ/નિકસો રવિ ફોડ પહાડકી તાંઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કંકણ અને કેશ બીરબલ વિનોદ
નિકસો રવિ ફોડ પહાડકી તાંઈ
બદ્રનિઝામી–રાહતી
કીર્તિને કાળ નવ ખાય →


વાર્તા ૩૯.

નિકસો રવિ ફોડ પહાડકી તાંઈ

એક દિવસે બાદશાહ સ્હવારના પહોરમાં મહેલના ઝરોખામાં બેસી પ્રભાતની શોભા જોતો હતો. તેનો મહેલ જમના કીનારા ઉપરજ હતો એટલે આસપાસનો દેખાવ અતિ સુંદર જણાતો હતો. એટલામાં બાદશાહની નઝર જમના જળમાં સ્નાન કરતી એક પરમ સૌંદર્ય મંડિત યુવા સ્ત્રી ઉપર પડી. તે જ્યારે પાણીમાં ન્હાવા ઉતરી ત્યારે જાણે સૂર્યચંદ્રની છાયા પડતી હોય તે પ્રમાણે તેના સોંદર્યનું પાણીમાં પ્રતીબિંબ પડતું હતું. તે જ્યારે ડુબકી મારીને પાછી ઉપર આવી ત્યારે તેના માથાના વાળ તેના મોઢા ઉપર પડયા હતા, જે તેણે બે હાથ વડે બેઉ બાજુએ કર્યા. એટલે જાણે પર્વત ભેદીને સૂર્ય પ્રકાશી નીકળ્યો હોય એ ભાસ થયો. આ સઘળું બાદશાહે જોઈ એક ચરણ બનાવી કાઢયું: –

નિકસો રવિ ફોડ પહાડકી તાંઈ.

આ શબ્દો કાંઈક ચમત્કારી જણાયાથી બાદશાહ તે વારંવાર બોલવા લાગ્યો. થોડીવાર પછી બીરબલ આવી પહોંચ્યો તેના સાંભળવામાં એ શબ્દો આવ્યા એટલે તે બોલી ઉઠયો “કૃપાનાથ ! એ ચરણનું કવિત મ્હેં બનાવ્યું છે, તે આપ સાંભળવા કૃપા કરશો?”

બાદશાહે કહ્યું "બીરબલ ! તારું કવિત કોણ ન સાંભળે ? બોલ જોઈયે તે કેવુંક છે?” બીરબલ બોલ્યો

“જહાંપનાહ ! સાંભળો :

કવિત.

રાત સમય રસ કેલી કિયો,
આલી ભોર ભયે ઉઠ મંજન ધાઈ;
નીરકે છીરમેં દે ડુબકી,
જમુના જલ જેસે ચંદ્રકી છાંઈ;
લે ડુબકી જલસે જબ ઉભરી,
ઉલઝી અલકેં મુખ ઉપર આંઇ;
દોઉ કર કેસ સંવાર લીયો,
નિકસો રવિ ફોડ પહાડકી તાંઈ.

આ બરાબર બંધબેસ્તુ કવિત સાંભળી બીરબલને સરસ્વતીએ વરદાન આપેલુજ હોવું જોઇએ, તે વગર આવું કવિત બનાવવું અશક્ય છે. એવી બાદશાહને સંપૂર્ણ ખાત્રી થઈ ગઈ.