બીરબલ વિનોદ/કોને કોને ધિક્કાર છે !
Appearance
← મીણનો શાહઝાદો | બીરબલ વિનોદ કોને કોને ધિક્કાર છે ! બદ્રનિઝામી–રાહતી |
બેટા રોતા થા → |
વાર્તા ૧૪૫.
કોને કોને ધિક્કાર છે?
એક દિવસે બાદશાહે સવાલ કર્યો કે “ બીરબલ ? કોને કોને ધિક્કાર છે ?”
બીરબલે હાથ જોડી કહ્યું “હુઝૂર! નગરના પટવા- રીને, હાડકાંના વહેપારીને, જુગારના ખેલાડીને, કંગાળની સરદારીને, ઘરડાની ઝિનાકારી (પરસ્ત્રી સંસર્ગ)ને, હાકિમોની રિસ્તેદારી (સગાઈ સંબધો)ને, મૂર્ખની મિત્રાચારીને, નીચની દિલદારી (પ્રેમ)ને, કટાયલી કટારીને, ખરાબ સડક ઉપર બળદગાડીની સવારીને, ભૂખી-લૂખી સરદારીને, શિયાળના શિકારીને અને કુલટા નારીને ધિક્કાર છે.” બાદશાહે બીરબલના આ ચાતુર્ય પૂર્ણ ઉત્તરથી અત્યંત પ્રસન્ન થઈ ભારે ઈનામ આપ્યું.