લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/ચાર પ્રશ્નો

વિકિસ્રોતમાંથી
← લોટા નથા બીરબલ વિનોદ
ચાર પ્રશ્નો
બદ્રનિઝામી–રાહતી
હથેલીમાં હાથી ડૂબ્યો →


વાર્તા ૫૬.

ચાર પ્રશ્નો.

એક વખતે બીરબલને બાદશાહે સવાલ કર્યો “કોન ચહેહે બરસના, કોન ચહેહે ધૂપ, કોન ચહેહે બોલના, કોન ચહેહે ચૂપ.” અને સાથે સાથે કહ્યું “જો, આનો ઉત્તર નહીં આપવામાં આવે તો પ્રાણદંડની શિક્ષા કરવામાં આવશે.” બીરબલે તત્કાળ ઉત્તર આપ્યો:—

માલી ચાહે બરસના, ધોબી ચાહે ધૂપ;
શાહ જો ચાહે બોલના, ચોર જો ચાહે ચૂપ.

બાદશાહે કહ્યું દોહરો તો તમે ઘણોજ ઉત્તમ બનાવ્યો, પણ હજુ એ સંતોષકારક નથી, માટે એને કોઈ બીજી રીતે કહો.” બીરબલ બોલ્યો:–

અતિકા ભલા ન બરસના, અતિકી ભલી ન ધૂપ
અતિકા ભલા ન બોલના, અતિકી ભલી ન ચૂપ.

બાદશાહ આ બંને દોહરા સાંભળી અત્યંત પ્રસન્ન થયો.