બીરબલ વિનોદ/ચાર પ્રશ્નો(૨)
← કબુતરનું કૌતુક | બીરબલ વિનોદ ચાર પ્રશ્નો(૨) બદ્રનિઝામી–રાહતી |
દીવા હેઠળ અંધારૂં → |
વાર્તા ૮૧.
ચાર પ્રશ્નો.
એક પ્રસંગે બાદશાહે દરબારમાં બીરબલને પૂછયું કે “બીરબલ ! દરેક પ્રાણી માત્ર જે ચંદ્ર સૂર્યને જોઈ શકે છે અને તે સૂર્ય ચંદ્રના પ્રકાશ વડે દરેક વસ્તુ જોઈ શકાય છે; છતાં એવી કોઈ વસ્તુ હશે જે તેમના પ્રકાશમાંયે ન જણાય ?”
બીરબલ બોલ્યો “ જી હા, નામદાર ! એ બન્નેના પ્રકાશમાંયે અંધકાર જડી શકતો નથી."
બાદશાહે એ ઉત્તરથી આનંદ પામી બીજા પણ ત્રણ સવાલ પૂછ્યા, જે નીચે પ્રમાણે છે:--
બાદશાહ–“આ જગત્માં કોનો વિશ્વાસ ન કરવો ?
બીરબલ—“ જહાંપનાહ ! આંખે કાણો, હાથે ઠુંઠો, પગે લંગડો અને ટૂંકી ગરદનવાળો એ ચાર નીશાની વાળાઓનો વિશ્વાસ ન કરવો જોઈયે.”
બાદશાહ—“ નીમકહરામ કોણ? ”
બીરબલ—“ આપણું ખાઈને આપણું જ બુરૂંકરે તે. ”
બાદશાહ—“ નીચમાં નીચ કોણ? ”
બીરબલ—“ દેશદ્રોહી. ”
બીરબલની આ હાઝરજવાબી જોઈ સર્વ દરબારીયો પણ “વાહવાહ” પોકારી ઉઠયા અને બાદશાહે પણ તેને અનેક ધન્યવાદ આપવા સાથે ભારે સરપાવ પણ આપ્યો.