લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/ચોબાની હાઝરજવાબી(૨)

વિકિસ્રોતમાંથી
← એકને બદલે હઝાર બીરબલ વિનોદ
ચોબાની હાઝરજવાબી
બદ્રનિઝામી–રાહતી
બેટી દેદો, પોતા દિલાદો →


વાર્તા ૧૨૭.

ચોબાની હાજર જવાબી.

એક દિવસ અકબરે બીરબલને પૂછ્યું કે “મથુરાના ચોબા બહુજ હાઝર જવાબ હોય છે, એમ મ્હેં સાંભળ્યું છે. માટે જો કોઈ ચોબો ક્યારેક આવી ચઢે તો દરબારમાં તેને હાઝર કરવો.”

બીરબલે તેમ કરવાનું કબૂલ કર્યું. દૈવયોગે બીજેજ દીને એક ચોબો મથુરાજીથી આવ્યો. બાદશાહની આજ્ઞાનુસાર બીરબલ તેને દરબારમાં લઈ ગયો અને બાદશાહ આગળ કરસમ્પુટ કરી અરઝ કરી “નામદાર! આપની આજ્ઞાનુસાર આ ચોબાજીને આપની પાસે લાવ્યો છું.”

બાદશાહે, પૂછ્યું “ચોબેજી ! અબ યહાંસે કહાં જાવગે?”

ચોબાએ જવાબ આપ્યો “હુઝૂર ! વાપિસ મથુરા જાએંગે. ”

બાદશાહે કહ્યું “ઠીક, ત્યારે અમારી ભાભી મથુરાને અમારી સલામ કહેજો.”

ચોબાજીએ કાંઈ વિચાર કરી ઉત્તર આપ્યો “બહુ સારૂં બંદા પરવર ! અને રસ્તામાં આપનો બનેવી વૃન્દાવન મળે એને શું કહું?”