લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/જેવી કરણી તેવી પાર ઉતરણી

વિકિસ્રોતમાંથી
← સ્વભાવનું ઓસડ બીરબલ વિનોદ
જેવી કરણી તેવી પાર ઉતરણી
બદ્રનિઝામી–રાહતી
રાજાનો હજામ પણ
ચાલાક હોય
 →


વાર્તા ૯૦.

જેવી કરણી તેવી પાર ઉતરણી.

એક પ્રસગે બાદશાહ રાત્રે નગરચર્ચા જોવા નીકળ્યો હતેા. ફરતો ફરતો તે જમુનાના કિનારે આવ્યો, એવામાં ત્રણ સ્ત્રીઓ ત્યાં રડતી બેઠેલી જણાઈ. એ ત્રણે સ્ત્રીઓનું રૂદન સાંભળી શાહે તેમની પાસે જઈને પૂછયું કે“ તમે શા માટે રડો છે? એ કહેવામાં જો કશી હરકત ન હોય તો મને કહો."

આવા રાતના સમયે નદી કિનારે આવી કોણ સવાલ કરે છે, એ જોવા પેલી સ્ત્રીઓએ પાછળ ફરી જોયું એટલે કોઈ દેવાંશી નરને ત્યાં ઉભેલો જોયો. તેને જોતાં જ પેલી સ્ત્રીઓએ હાથ જોડી, શીશ નમાવી દીધું. થોડીવારે પહેલી સ્ત્રી બોલી કે “મ્હારો સ્વામી જમુના નદિને પેલે પાર ખેતીનું કામ કરે છે એટલે દરરોજ નદીમાં તરીને પેલે પાર જાય છે અને આવે છે. પણ કોઈક દિવસે પાણીમાં તરનારો પાણીમાંજ ડુબી મરે એ વિચાર આવતાં હું રડું છું.”

બીજીએ કહ્યું “મ્હારો ધણી રોજ ચોરી કરવા જાય છે જેથી તે કોઈક દિવસે કરોળીયાની પેઠે પોતાની જાળમાં પોતે જ ફસાઈ જશે અને માર્યો જશે. એ વિચાર આ- વતાં મને રડવું આવે છે."

ત્રીજીને પૂછતાં તેણે કહ્યું “મ્હારો પતિ ન્હાની વયનો હોવાથી, હું મ્હારા એળે જતા યૌવનને રડું છું.”

આ પ્રમાણે ત્રણેનું બોલવું સાંભળી બાદશાહ પોતાના મહેલમાં ગયો અને બીરબલના આવવાની વાટ જોવા લાગ્યો. એટલામાં બીરબલ આવી પહોંચતા, શાહે તેને સવાલ કર્યો "બીરબલ ! રાત્રે ત્રણ સ્ત્રીઓ શા કારણે રડતી હતી?”

બાદશાહનો આ સવાલ સાંભળી બીરબલે કહ્યું જહાંપનાહ ! સાંભળો:–

નદી પાર ખેતી કરે, ઓર પર ચોરી જાય,
બાલે કંથકી કામિની, તીનોં બુરી બલાય.

એ માટે રડતી હતી.”

બીરબલની આ અપૂર્વ તર્કશક્તિ જોઈ શાહ અત્યંત પ્રસન્ન થયો અને ઘણુંજ ભારે ઈનામ આપ્યું.