બીરબલ વિનોદ/ટાઢ કેટલી છે?
Appearance
← રખપત અને રખાપત | બીરબલ વિનોદ ટાઢ કેટલી છે? બદ્રનિઝામી–રાહતી |
પાદ અને દસ્ત → |
વાર્તા ૪૯.
ટાઢ કેટલી?
શરદઋતુમાં એક દિવસે ઘણીજ ટાઢ પડી. સ્હવારમાં બીરબલ બાદશાહ પાસે હાઝર થયો, પણ બાદશાહને વધારે સરદી લાગતી હોવાથી તેણે પૂછ્યું “બીરબલ ! ટાઢ કેટલી છે?”
બીરબલ બોલ્યો “હુઝૂર ! બે મુઠ્ઠી બરાબર.” બાદશાહે પૂછ્યું “બે મુઠી કેવી રીતે ?” ત્યારે બીરબલે મહેલની સ્હામે સડક ઉપર મુઠીઓ વાળી બંગલામાં દબાવીને જતા એક ગામડીયાને દેખાડી કહ્યું “ જુઓ, નામદાર ! બે મૂઠી બરાબર સર્દી છે કે નહીં?! ”
બાદશાહે તે વાત માન્ય રાખી અને બીરબલના બહુજ વખાણ કર્યા.