બીરબલ વિનોદ/થોડું ઘણું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સ્વર્ગ અને નર્કના અધિકારી બીરબલ વિનોદ
થોડું ઘણું
બદ્રનિઝામી–રાહતી
આપનારાનો હાથ નીચો →


વાર્તા ૩૬.

થોડું ઘણું..


એક દિવસ બાદશાહ ખાનગી દીવાનખાનામાં બેઠો હતો, તેવામાં બીરબલ પોતાની પાંચ વર્ષની છોકરી સાથે ત્યાં દાખલ થયો. બાદશાહને સલામ બજાવ્યા પછી બીરબલ બેઠો એટલે બાદશાહે છોકરીને પૂછ્યું “દીકરી ! તને બોલતાં આવડે છે?” છોકરીએ જવાબ દીધો “સાહેબ ! થોડું ઘણું આવડે છે.”

બાદશાહે કહ્યું “થોડું ઘણું તે શું?” છોકરી બોલી “ મારા કરતાં જેઓ મોટા છે તેમને જેવું બોલતાં આવડે છે તેમનાથી થોડું અને મારા કરતાં નાનાઓને બોલતાં નથી આવડતું તેમના કરતાં વધારે એટલે થોડું ઘણું"

આટલી નાની વયની છોકરીની આવી હુશીયારી જોઈ બાદશાહ આનંદ પામ્યો અને એક કીમતી પોષાક તે છોકરીને પહેરાવ્યો.