બીરબલ વિનોદ/દાઢી ખેંચનારને મીઠાઈ ખવડાવો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પાદ અને દસ્ત બીરબલ વિનોદ
દાઢી ખેંચનારને મીઠાઈ ખવડાવો
બદ્રનિઝામી–રાહતી
રાંડ અને ભડવો →


વાર્તા ૫૧.

દાઢી ખેંચનારને મીઠાઈ ખવડાવો.

એક વેળા બાદશાહ ઝનાના મહેલમાં બેઠો હતો એવામાં બેગમે પૌત્રને લાવી તેની ગોદમાં આપ્યો, બાળક રમતાં રમતાં એકદમ ખુશ થઈ બાદશાહની દાઢી ખેંચવા લાગ્યો. બાદશાહ ઝનાનામાંથી બ્હાર નીકળ્યો એવામાં બીરબલ આવી ચઢ્યો એટલે બાદશાહે તેને પૂછ્યું “બીરબલ ! મારી દાઢી ખેંચનારને શું કરવો જોઈયે ?” બીરબલે ચેતી જઈ કહ્યું “ જહાંપનાહ ! એને મીઠાઈ ખવડાવો. ”

આ ઉત્તર સાંભળી બાદશાહ પ્રસન્ન થઈ તેને ભેટી પડ્યો.