બીરબલ વિનોદ/રાંડ અને ભડવો

વિકિસ્રોતમાંથી
← દાઢી ખેંચનારને મીઠાઈ ખવડાવો બીરબલ વિનોદ
રાંડ અને ભડવો
બદ્રનિઝામી–રાહતી
હા મહેરબાન ! →


વાર્તા ૫૨.

રાંડ અને ભડવો.

એક પ્રસંગે બાદશાહે બીરબલને આજ્ઞા આપી કે "બાગમાંથી પુરૂષોને હટાવી પડદાનો બંદોબસ્ત કરો.”

બીરબલે બાદશાહની આજ્ઞાનુસાર પ્રબંધ કર્યા પછી વિનોદની ખાતર બાદશાહને આવી કહ્યું “ પૃથ્વિનાથ ! બીજા તો સઘળા પુરૂષો ચાલ્યા ગયા, પરન્તુ એક પુરૂષ કુવામાંથી બહાર નીકળતો નથી.” બાદશાહ બેગમને સાથે લઈ કુવામાં ભરાઈ રહેલા માણસને જોવા બીરબલ સાથે ગયો. ત્રણેએ એકી સાથે કુવામાં જોયું તો ત્રણ પડછાયા દેખાવા લાગ્યા. બીરબલ તરતજ બોલી ઉઠ્યો "હુઝૂર ! જુઓ, પહેલાં તો એ હરામઝદો એકલોજ હતો, પણ આ વખતે તો પોતાની સાથે એક રાંડ અને એક ભડવાને પણ તેડી આવ્યો છે."

બાદશાહ અને બેગમ એ વિનોદથી બહુજ ખુશી થયાં.