લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/ધુંધચીની માળા

વિકિસ્રોતમાંથી
← અકબરી રામાયણ બીરબલ વિનોદ
ધુંધચીની માળા
બદ્રનિઝામી–રાહતી
નદી કેમ રડે છે? →


વાર્તા ૫૯.

ઘુંઘચી (ચણોઠી)ની માળા.

એક દિવસ બાદશાહે બીરબલને પૂછ્યું "તમારા શ્રી કૃષ્ણુજી ચણોઠીની માળા કેમ ધારણ કરતા હતા ? શું તેમને મોતીની માળા નહોતી મળતી ?”

બીરબલે કહ્યું “જહાંપનાહ ! શાસ્ત્રમાં લખ્યું છે કે 'જે વરતુ એકવાર પણ સોનાથી તોળાય છે તે બહુજ પવિત્ર ગણાય છે.' એટલે ચણોઠી તો સેંકડો બલ્કે હજારો વાર સોના વડે તળાય છે, એટલા માટે એની પ્રતિષ્ઠા સૌ કરતાં વધારે શા માટે ન હોય ? એજ કારણે શ્રીકૃષ્ણજીએ હીરા મોતીની માળાઓ ન પહેરતાં ચણોઠીની માળા ધારણ કરી હતી."

આ રોકડીયો જવાબ સાંભળી બાદશાહને હસવું આવી ગયું.