લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/બીરબલને ગાળો

વિકિસ્રોતમાંથી
← ગપ્પીદાસનો ગપાગોળો બીરબલ વિનોદ
કહેવા કહેવામાં ફેર
બદ્રનિઝામી–રાહતી
મૂર્ણ શિરોમણિ →


વાર્તા ૯૬.

કહેવા કહેવામાં ફેર.

એક દિવસે શાહને એવું સ્વપ્નું આવ્યું કે તેના બધા દાંત એકદમ પડી ગયા, માત્ર એક દાંત બાકી રહી ગયો. બીજે દિવસે તેણે નજુમીને બોલાવી તે સ્વપ્નનો ખુલાસો પુછ્યો. બીચારા ભોળા નજુમીએ કહ્યું “જહાંપનાહ ! આપના બધા સગાવહાલા આપની હયાતીમાં જ ગુઝરી જશે.”

એ મૂર્ખ રમલ જોનારના આ શબ્દો સાંભળી બાદશાહને એકદમ ક્રોધ ચઢ્યો અને તેને ત્યાંથી ધક્કા મરાવી કાઢી મૂક્યો. થોડીવાર પછી બીરબલ આવ્યો એટલે બાદશાહે તે બધી વાત તેને કહી સંભળાવી, ખુલાસો પૂછ્યો. બીરબલે ધીમેથી કહ્યું કે “નામદાર આલી ! એ સ્વપ્નનો ખુલાસો ખુલ્લોજ છે. આપ આપના સગા સંબંધીઓ કરતાં વધારે લાંબુ આયુષ્ય ભોગવશો. માત્ર એકજ દાંત રહી ગયો, તે એકેજ સંબંધી આપના કરતાં પણ વધુ આયુષ્ય ભોગવશે."

આ ખુલાસો બાદશાહને બહુજ ગમ્યો અને બીરલને પોતે ઓઢેલી શાલ ઈનામમાં આપી દીધી. જો કે વાત એકજ હતી, પણ કહેવા કહેવામાં ફેર તે એનું નામ ! !