લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/માકૂલ, બહેન કૂલ

વિકિસ્રોતમાંથી
← સંસારના મૂર્ખ બીરબલ વિનોદ
માકૂલ, બહેન કૂલ
બદ્રનિઝામી–રાહતી
અજબ મસ્ખરી →


વાર્તા ૧૧૯.

માફૂલ, બહેન ફૂલ.

એક દિવસ બીરબલ એક જાટ સાથે મહેસુલ સંબંધી વાતો કરતો હતો અને વાત કરવામાં ઘડીએ ઘડીયે “માકૂલ (ઠીક) માકૂલ” કહેતો હતો. બે ચાર વખત સાંભળ્યા પછી જાટથી ન રહેવાયું. તેણે કહ્યું “સાહેબ ! આપ ઝબાન સંભાલ કર બોલેં. જેસે આપ મુઝસે માકૂલ માફૂલ કહેતે હૈ, વેસે હી અગર મેં આપસે બહિન-બહેન કૂલ બહેન કૂલ કહું તો કેસી લડાઈ હોગી ?”

બીરબલ એ મૂર્ખની આ વાત સાંભળી ચુપ થઈ ગયો.