લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/રાત્રિ દિવસ કોણ રળે?

વિકિસ્રોતમાંથી
← ચારે ગુણ સ્ત્રીમાં બીરબલ વિનોદ
કઈ ઋતુ સારી?
બદ્રનિઝામી–રાહતી
સ્વર્ગ અને નર્કના અધિકારી →


વાર્તા ૩૪.

રાત્રિ દિવસ કોણ રળે ?

એક પ્રસંગે બીરબલને બાદશાહે એવો પ્રશ્ન કર્યો કે “બીરબલ ! જેને કોઈ કાળે પણ વિસામો લેવાનો વખત આવતોજ નથી એવી કઈ વસ્તુ છે?”

બીરબલે તત્કાળ જવાબ આપ્યો કે “ જહાંપનાહ ! શાહુકારનું વ્યાજ, કે જેને રાતે કે દિવસે વિશ્રાંતિ મળતી નથી અને હરવખત તે રળ્યાજ કરે છે.