બીરબલ વિનોદ/સૌથી નરમ શું ?

વિકિસ્રોતમાંથી
← ચંપક અને ભ્રમર બીરબલ વિનોદ
સૌથી નરમ શું ?
બદ્રનિઝામી–રાહતી
દોલત હાઝર છે !! →


પછી કામ ખલાસ થતાં આમતેમની વાતો થવા લાગી. એટલામાં બાદશાહને કાંઈ યાદ આવતાં, તેણે પૂછ્યું "સૌથી નરમ શું ?”

કોઈ દરબારીએ રૂ (કપાસ) ને નરમ કહ્યો, કોઈએ મખમલને નરમ બતાવ્યો. કોઈએ ઘીને નરમ કહ્યો, કોઈએ અંતઃકરણને એમ જેને જે નરમ લાગ્યું તે કહી સંભળાવ્યું. બીરબલ અત્યારસુધી મુંગો બેસી રહ્યો હતો એટલે બાદશાહે તેને પૂછ્યું “બીરબલ ! તારો શો મત છે ?"

બીરબલે હાથ જોડી જવાબ આપ્યો “આલમપનાહ ! જેની આંખમાં શરમ તે સૌથી નરમ."

બાદશાહ બોલી ઉઠ્યો “શાબાશ ! શાબાશ !! જેની આંખમાં શરમ ન હોય તે માણસ પણ શા કામનો? ખરેખર, જેની આંખમાં શરમ નથી તે નરમ પણ નથીજ.”

બધા દરબારીયોએ પણ એ વાત માન્ય રાખી અને બીરબલની બુદ્ધિને સૌ વખાણવા લાગ્યા.