બીરબલ વિનોદ/દોલત હાઝર છે !!

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સૌથી નરમ શું ? બીરબલ વિનોદ
દોલત હાઝર છે !!
બદ્રનિઝામી–રાહતી
બાદશાહ લજાયો. →


વાર્તા ૬૯.

દોલત હાઝર છે !!

એક દિવસે બાદશાહે દોલત નામના નોકરને કાંઈક વાંક પડતાં અપ્રસન્ન થઈ કાઢી મૂક્યો. પેલો બીચારો નોકર ગરીબ હતો, અને પ્રથમવારજ તેનાથી એ ગુન્હો થવા પામ્યો હતો. તેણે બીરબલ પાસે જઈ આજીઝી કરી મદદ માગી. બીરબલે દયા લાવી કહ્યું “ તું એકવાર પાછો બાદશાહ પાસે જા અને કહે કે 'હુઝૂર ! દોલત હાજર છે, રહે કે જાય ?” ગુલામે તે પ્રમાણે જ કર્યું એટલે બાદશાહ તેના સવાલથી ઘણોજ આનંદ પામ્યો અને કહ્યું “દોલત સદા અમારે ત્યાં રહેશે.” એમ કહી તેને પાછો પોતાને ત્યાં રાખી લીધો.