લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/બાદશાહ લજાયો

વિકિસ્રોતમાંથી
← દોલત હાઝર છે !! બીરબલ વિનોદ
બાદશાહ લજાયો
બદ્રનિઝામી–રાહતી
બાદશાહ બન્યો →


વાર્તા ૭૦.

બાદશાહ લજાયો.

એક પ્રસંગે બાદશાહ શિકાર રમવા ગયો હતો. સંયોગવશાત્ તે પોતાના અંગરક્ષકોથી છુટો પડી ગયો. એવામાં બપોર થતાં તે ઝોહોરની નમાઝ પઢવા લાગ્યો, એવામાં એક વિરહિણી સ્ત્રી ત્યાંથી નીકળી અને બાદશાહના મુસલ્લા (નમાઝ પઢતી વખતે પાથરવામાં આવતું કપડું) ઉપર પગ મૂકી ચાલતી થઈ. બાદશાહ ઘણોજ ગુસ્સે થયો અને નમાઝ ખતમ કરી તે સ્ત્રીને ધમકાવવા લાગ્યો, અને કહ્યું “ તને લગારે ભાન નથી કે મારા મુસલ્લા ઉપર પગ મૂકીને તું ગઈ ? !"

પેલી સ્ત્રીએ કહ્યું: –

નર રાચી સુઝી નહીં, તુમ કસ લખ્યો સુજાન;
પઢ કુરઆન વોરા ભયો, નહીં રાચે રહેમાન.

આ જવાબથી બાદશાહ મનમાં બહુજ લજ્જિત થઈ કહેવા લાગ્યો “ખરેખર, તારૂં કથન સત્ય છે. ખુદામાં તલ્લીન થયા વગર નમાઝ તેના ખરા સ્વરૂપમાં નજ પઢી કહેવાય.”