બીરબલ વિનોદ/હાથકે છુએ જો કોઈ બેરહુ ન ખાયગો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← તે તે પાંવ પસારીયે જેતી લાંબી સોડ બીરબલ વિનોદ
હાથકે છુએ જો કોઈ બેરહુ ન ખાયગો
બદ્રનિઝામી–રાહતી
એ શું કરે છે? →


વાર્તા ૧૪૮.
હાથકે છુએ જો કોઉ બેરહુ ન ખાયગો.

એક દિવસે બાદશાહે એક લોંડીની મસ્ખરી કરી, અને વિષયવાસના તૃપ્ત કરવાનું કહ્યું. પરંતુ પેલી લોંડીએ સ્વિકાર ન કર્યો.*[૧] અકબરે કહ્યું “આજકાલ તારી યુવાવસ્થા છે, માટે દરેક પ્રકારનું અત્યારેજ સુખ ભોગવી લે. દરેક આનંદક્રીડા માટે આ કાળજ યોગ્ય છે; નહીં તો પછી તારો હાથ લગડેલા બોર પણ કોઈ નહીં ખાય.”

ત્યાર પછી બાદશાહ જ્યારે દરબારમાં આવ્યો ત્યારે, “હાથકે છુએ જો કોઉ બેરહુ ન ખાયગો” એ સમસ્યાની પૂર્તિ કરવા બીરબલને કહ્યું. બીરબલે પોતાની વિચિત્ર તર્કશક્તિના બળે એજ વખતે એક કવિત રચી કાઢી કહ્યું “હુઝૂર! સાંભળો –

કવિત.

માનુષ્યકો જન્મ પાયો, સુંદર રંગરૂપ પાયો,
કર રસરંગ જાસો, જીવ હુલસાયગો;
જવાનીકી તરંગમેં, કરે ન ક્યું ઉમંગ આલી ?
દિન ઢલ જાય, એસે યેહુ ઢલ જાયગો;
કરે ક્યોં ગુમાન એસી, તેઝ તરૂનાઇમેં,
ફિર લલચાય ચિત્ત, પાછે પછતાયગો;
જોબન કે ચાર દિન, બીત ગયે પીછે સખિ !
હાથ કે છુએ જો કે બેરહુ ન ખાયગો.

  1. *ખરીદ કરેલી લોંડીઓ સાથે સંગ કરવામાં ધાર્મિક બાધ નથી. ઘણા ખરા બાદશાહો એવી રીતે ખુબસુરત લોંડીઓ ખરીદ કરી તેમને હરમ તરીકે રાખતા હતા. પછી તે લોંડી ગમે તે ધર્મની હોય તો પણ ચાલી શકે.