બીરબલ વિનોદ/એ શું કરે છે?
Appearance
← હાથકે છુએ જો કોઈ બેરહુ ન ખાયગો | બીરબલ વિનોદ એ શું કરે છે? બદ્રનિઝામી–રાહતી |
બીરબલ હંસે તો મેંહ બરસે → |
વાર્તા ૧૪૯.
એ શું કરે છે.
એ શું કરે છે.
એક દિવસ અકબર અને બીરબલ શિકાર રમવા માટે ઘોડાઓ પર સ્વાર થઈ, એકલાજ જંગલ તરફ ચાલ્યા. શિકારની શોધમાં ઘણે દૂર સુધી ચાલ્યા ગયા, પણ કાંઈ મળ્યું નહીં. ભૂખ કકડીને લાગી હોવાથી બન્ને ઘોડા ઉપરથી નીચે ઉતરી એક ઘટાદાર વૃક્ષની છાયામાં બેસી ચણા ફાંકવા લાગ્યા. ઘોડા પણ પાસેજ ચરતા હતા. એવામાં ત્યાંથી જાટ કોમની બે સ્ત્રીઓ પસાર થઈ, તેમને જોઈ ઘોડા ખંખારવા લાગ્યા. અને પેસાબ પણ કરી. બાદશાહે પેલી સ્ત્રીઓને વિનોદ ખાતર પૂછ્યું આ ઘોડા શું કરે છે ?”
જાટ સ્ત્રીઓ પણ બહુજ હાઝર જવાબ હોય છે. બાદશાહનો પ્રશ્ન સાંભળી તેઓમાંની એક બોલી ઉઠી કે “આ ઘોડાઓ એમ કહે છે કે અમારો ખોરાક તો તમે ખાઈ જાવ છો, એટલે ૫છી શું અમારા ફ્લાન પર બેસશો?
બાદશાહ આ ઉત્તર સાંભળી ચુપ થઈ ગયો અને બીરબલ પણ નિરૂત્તર બની ગયો.
(ફલાનને અર્થ યોનિ થાય છે તેમજ ફલાણો, પેલો વગેરે પણ થાય છે.)