બોલ બોલ રે પ્રીતમ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
બોલ બોલ રે પ્રીતમ
મુનિ ઉદયરત્ન


બોલ બોલ રે પ્રીતમ મુજ શું બોલ મેલ આંટો રે;
પગલે પગલે પીડે મુજને, પ્રેમનો કાંટો રે.

રાજેમતી કહે છોડ છબીલા, મનની ગાંઠો રે;
જિહાં ગાંઠો તિહા રસ નહિ, જિમ શેલડી સાંઠો રે.

નવ ભવનો મુને આપને નેમજી, નેહનો આંટો રે;
ધોયે કિમ ધોવાય યાદવજી, પ્રીતનો છાંટો રે.

નેમ રાજુલ બે મુગતી પહોતા, વિરહ નાઠો રે;
ઉદયરત્ન કહે આપને સ્વામી, ભવનો કાંઠો રે.