લખાણ પર જાઓ

બોલ મા બોલ મા

વિકિસ્રોતમાંથી
બોલ મા બોલ મા
મીરાંબાઈ


બોલ મા, બોલ મા, બોલ મા રે,રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા — ટેક
સાકર સેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે, રાધાકૃષ્ણ.
ચાંદા સૂરજનું તેજ તજીને, આગિયા સંગાથે પ્રીત જોડ મા રે, રાધાકૃષ્ણ.
હીરા રે માણેક ઝવેર તજીને, કથીર સંગાતે મણિ તોળ મા રે, રાધાકૃષ્ણ.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શરીર આપ્યું સમતોલમાં રે, રાધાકૃષ્ણ.


અન્ય સંસ્કરણ

બોલ મા, બોલ મા, બોલ મા રે,
રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા ... રાધા

સાકર શેલડીનો સ્વાદ તજીને,
કડવો તે લીમડો ઘોળ મા રે ... રાધા

ચાંદા સૂરજનું તેજ તજીને,
આગિયા સંગાથે પ્રીત જોડ મા રે ... રાધા

હીરા રે માણેક ઝવેર તજીને,
કથીર સંગાથે મણિ તોલ મા રે ... રાધા

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
શરીર આપ્યું સમતોલમાં રે ... રાધા