બ્‍હેનોને

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

(હોરી-રાગ-કાફી)


બ્‍હેનો ! તમે જ્ઞાન વધારો, ભૂંડી રીતી સુધારો. ટેક.
શીખેથી સારાસાર સમજાયે, છંડાયે છંદ નઠારો;
હારે બ્‍હેની છંડાયે છંદ નઠારો;
ઉદ્યોગી મધમાખી પેઠે નીત, સંધેથી સાર સ્વીકારો. બ્‍હેનો૦ ૧

ઋતુ વસંત તો પુરી થશે ને, ઝૂલશે મદનો ઉન્હાળો;
હાંરે બ્‍હેની ઝૂલશે મદનો ઉન્હાળો;
ગભરાતાં નીકમાં જ પડાયે, નીતિયે લાગે તે વ્હાલો. બ્‍હેનો૦ ૨

વેરી તે વ્હેમી વીચારોને વ્હાડી, વ્હેરી વેરી દીલ ઠારો;
હાંરે બ્‍હેની વ્હેરી વેરી દીલ ઠારો;
નીતિ ધરમ જે પાળે નર્મદ, તે જ ઉગરશે ધારો. બ્‍હેનો૦ ૩

નર્મકવિતા-પૃ૦ ૬૪૦

નર્મદ