ભજન ભરોંસે અવિનાશી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ભજન ભરોંસે અવિનાશી, મેં તો ભજન ભરોંસે, અવિનાશી!

જપતપ તીરથે કાંઈયે ન જાણું, ફરત મેં ઉદાસી રે.

મંત્ર ને તંત્ર કાંઈયે ન જાણું, વેદ પઢ્યો ન ગઈ કાશી રે

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલની દાસી રે.