ભજી લે ભગવાન સાચા સંતને મળી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભજી લે ભગવાન સાચા સંતને મળી
દેવાનંદ સ્વામી


ભજી લે ભગવાન, સાચા સંતને મળી... ꠶ટેક

વચનમાં વિશ્વાસ રાખી, ભજનમાં ભળી;
પૂરવ કેરાં પાપ તારાં તો જાશે બળી... ભજી꠶ ૧

ઓળખી લે અવિનાશી રહેજે, જ્ઞાનમાં ગળી;
રીઝશે રંગરેલ વા’લો અઢળક ઢળી... ભજી꠶ ૨

કાળ તો વિકરાળ વેરી, વીંખશે વળી;
કામ ને કુટુંબ તુંને નાખશે દળી... ભજી꠶ ૩

સત્ય ત્યાં સુખ ધર્મ રહે, કુડ તહાં કળી;
દેવાનંદ કહે દુનિયા કેરી અક્કલ આંધળી... ભજી꠶ ૪