ભોર ભયે ઊઠી ભક્તિ માત નિત
Appearance
ભોર ભયે ઊઠી ભક્તિ માત નિત દેવાનંદ સ્વામી |
ભોર ભયે ઊઠી ભક્તિ માત નિત
ભોર ભયે ઊઠી ભક્તિ માત નિત, શ્રી ઘનશ્યામ જગાવે;
ઉઠો લાલ ધન માલ નયન કે, ખેલન બાલ બોલાવે... ꠶ટેક
શારદ નારદ મુનિ સનકાદિક, વેદ વિમલ જશ ગાવે;
મગન ભયે મહાદેવ મનોહર, ડમરૂ ડાક બજાવે... ꠶૧
તવ પદ પંકજ રેણુ રસિક જન, સુર નર શીશ ચડાવે;
દરશ પરશ કરી હરસ બઢાવત, તનકે તાપ બુઝાવે... ꠶૨
જનમન રંજન ભવ દુઃખ ભંજન, ખંજન નયન ખોલાવે;
પીત બસન કટિ કસન હસન મુખ, જીવન પ્રાણ જીમાવે... ꠶૩
મેવા મિસરી પાક મિઠાઈ, કંચન થાર ધરાવે;
દેવાનંદ સોઈ ધર્મકુંવર પર, વાર વાર બલ જાવે... ꠶૪