મંગલકારી હરિ મૂરતિ ભેટે ભવદુઃખ જાય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મંગલકારી હરિ મૂરતિ ભેટે ભવદુઃખ જાય
દેવાનંદ સ્વામી


મંગલકારી હરિ મૂરતિ, ભેટે ભવદુઃખ જાય, સ્મરણ કર શ્રીગોવિંદનું;
ફોગટ ફેરો ન થાય, અંતે જાવું છે એકલા꠶ ૧

ગાફલ સગાંની ગોઠડી, મોટી માયાની જાળ;
વળગ્યો મિથ્યા વે’વારમાં, કેડે આવે છે કાળ... અંતે꠶ ૨

બુધે સમજાવી બહુ કહ્યું, માને મૂરખના જામ;
કાયા માયાને કામિની,† નથી ઠરવાનું ઠામ... અંતે꠶ ૩

લાલચ લાગી ઉર લોભની, ઇચ્છા મનમાં અપાર;
દેવાનંદ કહે હરિ ના ભજ્યો, એળે ખોશો અવતાર... અંતે꠶ ૪