મંગળપ્રભાત/પહેલી આવૃત્તિનું નિવેદન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← મંગળપ્રભાત મંગળપ્રભાત
પહેલી આવૃત્તિનું નિવેદન
મોહનદાસ કરમચંદ ગાંધી
૧. સત્ય →


પહેલી આવૃત્તિનું નિવેદન

તા. ૨૨-૭-'૩૦ને દિવસે યરોડા જેલમાંથી આશ્રમ પર લખેલા પત્રમાં પૂજ્ય ગાંધીજીએ લખ્યું :

".........ના કાગળમાં સૂચના છે કે મારે દર અઠવાડિયે કંઈક પ્રવચન પ્રાર્થના સમયે વાંચવા સારુ મોકલી દેવું. વિચાર કરતાં મને આ માગણી યોગ્ય લાગી છે. પ્રાર્થના સમયે કંઈક વધારે ચેતન રેડવામાં આ મારો ફાળો ગણજો."

અને એ જ પત્ર સાથે સત્યવ્રતનું વ્યાખ્યાન મોકલી આપ્યું. તે પછી દર અઠવાડિયે એક પછી એક બીજાં વ્રતનાં વ્યાખ્યાન મોકલતા ગયા, તેનો આ સંગ્રહ છે.

સાબરમતી,
૯-૯-'૩૦

નારણદાસ ખુ. ગાંધી
મંત્રી,
ઉદ્યોગમંદિર

-૦-