મંદિર આવો માણીગર માવા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
મંદિર આવો માણીગર માવા
પ્રેમાનંદ સ્વામીમંદિર આવો માણીગર માવા,
  માવા તમને ખમ્મા ખમ્મા, ખમ્મા રે ઘણી ખમ્મા ટેક

વા'લા રે હરખ ભરી ઊભી વાટ જોઉં છું,
  આવો મારા રંગભીના રાવ... મંદિર ૧

વા'લા રે મીઠડા લઈને તમને મોતીડે વધાવું,
  દૂધડે પખાળું તારા પાવ... મંદિર ૨

વા'લા રે આસ ઘણી છે તારું વદન જોવાની,
  તમ પર ઘણો મારે ભાવ... મંદિર ૩

વા'લા રે પ્રેમાનંદના પ્યારા છેલ ગુમાની,
  ઓરા આવો નટવર નાવ... મંદિર ૪