માણસનો અવતાર મોંઘો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
માણસનો અવતાર મોંઘો
દેવાનંદ સ્વામી


માણસનો અવતાર મોંઘો, નહીં મળે ફરી... ꠶ટેક

માન મરડાઈ મોટપ મેલી, ભજી લો હરિ;
નહીં તો જાશો ચોરાશીમાં જનમ બહુ ધરી... માણસ○ ૧

દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી;
શામળિયાને શરણે જાતાં જાશો ઊગરી... માણસ○ ૨

નિર્લજ્જ તું નવરો ન રહ્યો ઘરધંધો કરી;
માયા માયા કરતો મૂરખ ના બેઠો ઠરી... માણસ○ ૩

ચેતી લે ચિત્તમાં વિચારી ચાલજે ડરી;
‘દેવાનંદ’નો નાથ ભજો, પ્રેમમાં ભરી... માણસ○ ૪