લખાણ પર જાઓ

માણસાઈના દીવા/ત્રીજી આવૃત્તિ વેળા

વિકિસ્રોતમાંથી
← અર્પણ માણસાઈના દીવા
ત્રીજી આવૃત્તિ વેળા
ઝવેરચંદ મેઘાણી
જનતા જનેતા બની →


ત્રીજી આવૃત્તિ વેળા

મહારાજશ્રીએ સૂચવ્યા પ્રમાણે બે-ત્રણ ઝીણા વિગતદોષ આ આવૃત્તિમાં સુધાર્યા છે.

'માણસાઈના દીવા'ને ૧૯૪૬નું 'મહીડા પારિતોષિક' આપવાના સમારંભમાં મારા પિતાશ્રીએ આપેલા ઉત્તરનો પાછલો ભાગ અહીં આપ્યો છે. એ પ્રવચનની નોંધ મારા પિતાશ્રીએ પોતે જ સ્મૃતિમાંથી ઉતારીને તૈયાર કરેલી હોવાથી એમાં આ પુસ્તક સંબંધે લેખકનું જે થોડું આત્મકથન છે તે, તેમની ગેરહાજરીમાં, નવી આવૃત્તિના નિવેદનની ગરજ સારશે તેવી આશા છે.

૨૬-૬-'૪૭
મહેન્દ્ર મેઘાણી