માધવ રે મારે ઘેર આવો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
માધવ રે મારે ઘેર આવો
પ્રેમાનંદ સ્વામીમાધવ રે મારે ઘેર આવો, મારે ઘેર આવો, હસીને બોલાવો... ટેક

શોભિતા શણગાર સજીને, બાંધી જરકસી પાઘ;
કેસર કેરી આડ કરીને, જીવન જોયા લાગ... માધવ રે ૧

મંદિરીએ આવો મોહનજી, જોયાની છે ખાંત;
મળવાનું પણ છે મારા મનમાં, કહેવી વાત એકાંત... માધવ રે ૨

અલબેલા આંખલડીમાં રાખું, નાંખું વારીને પ્રાણ;
પ્રેમાનંદ કહે પલક ન મેલું, રસિયા ચતુર સુજાણ... માધવ રે ૩