માનસરોવર જઈએ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
માનસરોવર જઈએ
મીંરાબાઈમાનસરોવર જઈએ, કુડી રે કાયા,
માનસરોવર જઈએ.

હંસલો જાણીને વીરા સંગત કરીએ રે,
ભેળાં બેસીને મોતી ચણીએ રે.. કુડી રે કાયા…

સાધુ સંગાથે વીરા,સાધુ કહેવાયે,
નિત નિત ગંગાજીમાં નાહીએ રે.. કુડી રે કાયા…

માંહ્યલાએ મનડાને, કેમ તુ ભૂલ્યો વીરા,
દરશન ગુરુજીના કરીએ રે.. કુડી રે કાયા…

બાઈ મીરાં કહે પ્રભુ, ગીરીધર નાગર,
ભવસાગર થી તરીએ રે.. કુડી રે કાયા…

-૦-