માને વા'લા લાગો રાજ પ્યારા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
માને વા'લા લાગો રાજ પ્યારા
પ્રેમાનંદ સ્વામીમાને વા'લા લાગો રાજ પ્યારા નટવરજી... ટેક

નટવર પ્યારા, મારા હાર હિયારા,
નિમખ ન મેલું ન્યારા ગિરિધરજી... માને ૧

રહું નિત જોતી, મારી નથડીરા મોતી,
જીવનદોરી છો ગુનસાગરજી... માને ૨

છું થારી દાસી, પિયા સુણો અવિનાશી,
રહો દ્રગ આગે મારી એ અરજી... માને ૩

પ્રેમાનંદરા નાથ, વેચાણી હું તારે હાથ,
કહો જ્યું કરાં રાજ જેવી મરજી... માને ૪