મારે લગની લાગી છે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
મારે લગની લાગી છે
પ્રેમાનંદ સ્વામીમારે લગની લાગી છે ઘનશ્યામની જી હો,
નહીં રે ડરું લોક લાજથી રે;

મારે રટના લાગી છે એના નામની જી હો,
નિર્ભે થઈ હું તો આજથી રે... મારે લગની

મારા પ્રાણના જીવન ઘનશ્યામ છે,
મારે સુખ સંપત એનું નામ છે જી હો... નહીં રે

મારે એક આશા છે ઘનશ્યામની,
હું તો માળા જપું છું એના નામની જી હો... નહીં રે

મારે સર્વસ્વ શ્રી ઘનશ્યામ છે,
મારે એ વિના બીજું હરામ છે જી હો... નહીં રે

મારે ઈષ્ટ ઘનશ્યામ સુખધામ છે,
પ્રેમાનંદ જોઈ પુરણકામ છે જી હો... નહીં રે