મારે સ્વામિનારાયણ ભજવા રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
મારે સ્વામિનારાયણ ભજવા રે
પ્રેમાનંદ સ્વામીમારે સ્વામિનારાયણ ભજવા રે,
દુરિજનિયાના સંગને તજવા રે,
મે તો મેલ્યો સંસારિયો માડી,
જોવા સ્વામિનારાયણ દાડી... ૧

મુને સ્વામિનારાયણ ભાવે,
લોક સ્વામીની કહીને બોલાવે... ૨

વાટે ઘાટે ને જાતા (ને) વળતા,
સ્વામિનારાયણ શ્રવણે સાંભળતા... ૩

મુખે સ્વામિનારાયણ ગાવું,
લોકલાજ થકી ન લજાવું... ૪

પ્રેમસખી કહે સ્વામીને સારું,
કુરબાન કર્યું શિર મારું... ૫