મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : તામીલનો અભ્યાસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ ત્રીજો : ફ્રેંચ વિપ્લવ મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો : તામીલનો અભ્યાસ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : અંત →


તામીલનો અભ્યાસ.

તામીલ લોકોએ જે કર્યું છે તે બીજા હિંદીએ આ લડતમાં નથી કર્યું. એટલે બીજા કારણસર નહિ તો માત્ર મનમાં અને મનથી તેઓનો ખરો ઉપકાર માનવાને ખાતરજ મારે ધ્યાનપૂર્વક તામીલ વાંચવું જોઈએ એમ વિચાર આવ્યો. તેથી પાછળનો એક મહિનો મુખ્ય ભાગે તામીલનો અભ્યાસ કરવામાં જ ગાળ્યો. તામીલ જેમ જેમ વધારે ભણતો જાઉં છું તેમ તેમ તે ભાષાની ખૂબીઓ જોતો આવું છું. તે ઘણી સરસ અને મધુર ભાષા છે તથા તેની રચના ઉપરથી જણાય છે કે તામીલ લોકોમાં ઘણા હુશિયાર, વિચારવાન અને શાણા પુરુષો થયા છે અને થાય છે. વળી જો હિંદુસ્તાન એક થવાનું છે તો કેટલાક મદ્રાસ બહારના હિંદીએ પણ તામીલ જાણવું જોઈએ.