મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : અંત
Appearance
← અનુભવ ત્રીજો : તામીલનો અભ્યાસ | મારો જેલનો અનુભવ અનુભવ ત્રીજો : અંત મોહનદાસ કરમચંદ ગાંધી |
સત્યાગ્રહની છેલ્લી લડતનો અનુભવ → |
અંત.
આ અનુભવ વાંચી કોઈ વાંચનાર જેણે દેશદાઝ જાણી નથી તે જાણે, જાણીને સત્યાગ્રહી બને, તે જેણે જાણી છે તે દૃઢ થાય એમ ઈચ્છું છું. જેણે પોતાનો ધર્મ જાણ્યો નથી તે ખરી દેશદાઝ નહિ જાણે એમ હું વધારે માનતો જાઉં છું.
બાકીમાં તો:—
અલખ નામ ધુનિ લગી ગગનમેં,
મગન ભયા મન્દિરમેં રાજી;
આસન મારી સુરત દૃઢ ધારી,
દિયા અગમ ધર દેશ જી.
વળી—
કરના ફકીરી ક્યા દિલગીરી
સદા મગન મન રહેનાજી.
ઈશ્વર-કેમ જણાય ? તો કહે કે:-
હસતાં રમતાં પ્રગટ કરી દેખુંરે
મારૂં જીવ્યું સફળ તવ લેખુંરે,
એનું સ્વપ્ને જો દર્શન પામેરે
તેનું મન ન ચઢે બીજે ભામેરે.