મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : મિત્રોનો મિલાપ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ ત્રીજો : ત્રણ માસની સજા મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો : મિત્રોનો મિલાપ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : જેલમાં કામ →


મિત્રોનો મિલાપ.

જેલ મળ્યા બાદ મિ૦ દાઉદ મહમદ, મિ૦ રૂસ્તમજી, મિ૦ સોરાબજી, મિ૦ પિલે, મિ૦ હજૂરાસિંગ, મિ૦ લાલબહાદુરસિંગ વિગેરે લડવૈયાઓને ઘણા હર્ષથી મળ્યો. દશેક સિવાયના બધાને જેલના મેદાનમાં તંબુમાં સૂવાની ગોઠવણ હતી. તેથી જેલના કરતાં લડાઈની છાવણી જેવો દેખાવ હતો. તંબુમાં સૂવાનું સૌને પસંદ હતું. ખાવાનું સુખ હતું. રસોઇ અગાઉની જેમ આપણેજ હાથ હતી. તેથી મનગમતી રીતે રાંધવાનું બનતું હતું. બધા મળીને ૭૭ કેદી (સત્યાગ્રહી) એકઠા થયા હતા.