મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : ત્રણ માસની સજા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ ત્રીજો : પ્રસ્તાવના મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો : ત્રણ માસની સજા
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : મિત્રોનો મિલાપ →


ત્રણ માસની સજા.

કેટલાક અમલદારોએ પણ લીધાં હતાં કે મને આ વેળા છ માસથી ઓછી જેલ કદિ નહિ મળે. મારા સાથીઓ-બુઝર્ગ અને નામાંકિત હિન્દીઓ-મારો દિકરો-એ બધા છ માસની જેલ ભોગવતા હતા તેથી હું ઈચ્છતો હતો કે અમલદારોની આશા પાર પડે. છતાં મારી ઉપર તહોમત કાયદાના ધારાની રૂએ હતું તેથી મને ધાસ્તી હતી કે વધારેમાં વધારે ત્રણજ માસ મળશે ને તેમજ થયું.