મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : બીજા હિન્દી કેદી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અનુભવ પહેલો : કાફરા ને હિન્દી એક ! મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : બીજા હિન્દી કેદી
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ પહેલો : રહેઠણ →


બીજા હિન્દી કેદી.

આખી જેલમાં અમારા સિવાય ભાગ્યે જ ત્રણ ચાર હિન્દી કેદી હતા. તેઓને કારફોની સાથે પૂરાવું પડતું હતું. એટલું અમારા કરતં વધારે હતું. તો પણ મેં જોયું કે તેઓ ખુદ દિલથી રહેતા હતા, અને બહાર હતા તે વખતના કરતાં તેઓની તબીયત વધારે સારી હતી. તેઓએ ઉપરી જેલરની મહેરબાની મેળાવી હતી. કાફરોના પ્રમાણમાં કામ કરવામાં ચંચળ અને માહિતગાર હોવાથી તેઓને જેલની અન્દરજ સારી મજૂરી સોંપવામાં આવી હતી. એટલે કે તેઓ સ્ટોરમાં સંચાકામ પર દેખરેખ રાખવાનું તથા એવું બીજું કામ કરતા હતા, કે જે જરાયે ભારે પડતું કે મેલું નહિ લાગે. અમને પણ તેઓ બહુ મદદગાર થઇ પડ્યા હતા.