મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કાફરોના ટંટા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ બીજો : એક ધર્મ સંકટ મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : કાફરોના ટંટા
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : સત્યાગ્રહીઓની તબીયત →


કાફરોના ટંટા.

જેલમાં કેટલાક કાફર કેદીઓ બહુ મોટા ખુની હોય છે. તેઓની વચ્ચે તકરાર ચાલ્યાજ કરતી જોવામાં આવે છે. તેઓ કોટડીમાં પૂરાયા પછી માંહોમાંહે લડે છે. ને કેટલીક વેળા દરોગાની સામે થાય છે. દરોગાને બે વખત કેદીઓએ માર્યા હતા; આવા કેદીઓની સાથે હિંદી કેદીને પૂરે તેમાં જોખમ એ તો દેખીતું છે. તેવો વખત હિંદીને આવ્યો નથી પણ સરકારી કાયદો જ્યાં સુધી કહે છે કે કાફરાની સાથે હિંદી કેદીને ગણવા ત્યાં સુધી જોખમકારક સ્થિતિ ગણાય.