મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કેદખાનું કે છાવણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ બીજો : વોકસર્સ્ટમાં પાછા મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : કેદખાનું કે છાવણી
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : મિત્રોની મુલાકાત →


કેદખાનું કે છાવણી.

હું જ્યારે વોક્સસર્સ્ટ પાછો ગયો ત્યારે હિંદી કેદીનો દેખાવ ફરી ગયો હતો. લગભગ ૩૦ ને બદલે ૭૫ કેદી થઇ પડ્યા હતા. તેટલાનો સમાસ થાય તેવો માર્ગ આ જેલમાં નહોતો. તેથી આઠેક તંબુ ગોઠવ્યા હતા. રસોઇને સારૂ ખાસ ચૂલો પ્રિટોરિઆથી આવ્યો હતો. કેદીઓ ઘણી વેળા જેલની પાસે નદી વહે છે, તેમાં નહાવા જઇ શકતા. આ દેખાવ કેદીના કરતા લડવૈયાના જેવો લાગતો હતો. એ કેદખાનું ન હતું પણ સત્યાગ્રહીની છાવણી હતી. પછી દરોગા દુ:ખ આપે કે સુખ તેની શી દરકાર ? હકીકતમાં તો ઘણા દારોગા એકંદર ઠીક હતા. દરેક દારોગાના મિ. દાઉદ મહમદે નામ પાડ્યા હતાં. એકનું નામ 'ઉકલી' પાડ્યું હતું. બીજાનું નામ 'મફુટો' એમ જૂદાં જૂદાં નામ હતાં.