મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : મિત્રોની મુલાકાત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ બીજો : કેદખાનું કે છાવણી મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : મિત્રોની મુલાકાત
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : જેલ વિશે કેટલીક ફરિયાદ →


મિત્રોની મુલાકાત.

વોક્સર્સ્ટની જેલમાં મુલાકાતે ઠીક હિંદી આવતા. મિ. કાજી તો હંમેશાં અધર રહેતા. કેદીઓની બહારની વ્યવસ્થા તે દિલ દઇને કરતા, તથા મળવા આવવાને જેટલી બને તેટલી તક મેળવતા. મિ. પોલાક કામસર લગભગ દર અઠવાડિયે આવતા. નાતાલથી મિ. મહંમદ ઇબ્રાહિમ તથા મિ. ખરસાણી કોગ્રેંસના મેનલાઇનના ઉઘરાણા બાબત ખાસ આવી ગયેલા. ઇદને દહાડે તો એકસો શેઠીયાઓ મળી ગયા હશે. તે દહાડે તારોના પણ વરસાદ વર્સ્યા હતા.