મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલનાં કપડાં

વિકિસ્રોતમાંથી
← અનુભવ બીજો : બે માસની સખત મજૂરીની સજા મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : જેલનાં કપડાં
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : જેલનું કઠણ કામ →


જેલનાં કપડાં.

જેલ મળ્યા બાદ અમને જેલી કપડાં મળ્યાં. તેમાં એક ટુંકો મજબુત ઇજાર, ખાદીનું ખમીસ, તેની ઉપર એક પહેરણ, એક ટોપી, એક ટુવાલ, મોજાં, અને સેંડલ મળ્યા. આ કપડાં મને લાગે છે કે કામ કરનારને સારૂ બહુ સગવડ ભરેલાં, ટકાઉ અને સારાં છે. આવાં કપડાંની સામે અપણે કંઇ કહેવા જેવું રહે નહિ. એવાં કપડાં હંમેશા પહેરવાં પડે તોપણ તેથી કાયર થવા જેવું નથી. ગોરાઓને કપડાં કંઇક જૂદી રકમનાં મળે છે. મોજાં ઘુંટ્ણ સુધી પહોંચે તેવા તથા બે ટુવાલ ઉપરાંત રૂમાલ મળે છે.હિંદીને પણ રૂમાલ આપવાની જરૂર જણાય છે.