લખાણ પર જાઓ

મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જોહાન્સબર્ગમાંની જેલમાં પહેલી રાત્રિ

વિકિસ્રોતમાંથી
← અનુભવ બીજો : દારોગાનું વર્તન મારો જેલનો અનુભવ
અનુભવ બીજો: જોહાન્સબર્ગ જેલમાં પહેલી રાત્રિ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : કાફરો સાથે →


જોહાન્સબર્ગમાંની જેલમાં પહેલી રાત્રિ.

જોહાન્સબર્ગ પહોંયા તે વખતે સાંજ પડી હતી, તેથી મને બીજા હિંદીની પાસે નહોતા લઇ ગયા. મુખ્યત્વે કેદખાનામાં જ્યાં કાફરો કેદીઓ દરદી હતા તેઓની કોટડીમાં મને બીછાનું આપ્યું. કોટડીમાં મારી રાત ઘણા દુઃખમાં તથા ભયમાં ગઇ. મને બીજેજ દહાડે આપણા લોકો પાસે લઇ જશે એમ ખબર નહોતી અને આવીજ જગ્યાએ રાખશે એમ માની હું ભય પામ્યો. ને બહુ અકળાયો છતાં મન સાથે નિશ્ચય કર્યો કે મારૂં કર્તવ્ય તો એ જ હતું કે મારે જે દુઃખ હોય તે સહન કરવું. ભગવદ્‍ગીતાજી પુસ્તક મારી સાથે હતું તે મેં વાંચ્યું. વખતને અનુકૂળ પડતા શ્લોકો વાંચી તેનું મનન કરી ધીરજ રાખી.