મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : દારોગાનું વર્તન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ બીજો : મિત્રોને લાગણી મારો જેલનો અનુભવ
અનુભવ બીજો: દરોગાનું વર્તન
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : જોહાન્સબર્ગમાંની જેલમાં પહેલી રાત્રિ →


દારોગાનું વર્તન.

રસ્તામાં દરોગા તરફથી ઇજા જરાએ ન હતી. દરોગો પોતે જાહેર પરવાનગી ન આપે તો જેલ સિવાયનો બીજો ખોરાક ન ખાવો તે મારો નિશ્ચય હતો. તેથી આજ લગી હું જેલના ખોરાક પરજ નભ્યો હતો. રેલમાં તો મને ખાવાનું બંધાવ્યું નહતું. દરોગાએ મને જે ખોરાક લેવો હોય તે લેવાની છૂટ આપી. સ્ટેશન માસ્તરે મને પૈસા આપવાનું કહ્યું. મેં તેનો ઉપકાર માન્યો. પૈસા લેવાની ના પાડી. મિ.કાજી જે સ્ટેશને હાજર હતા તેમની પાસેથી શિલિંગ દશ લીધી. તેમંથી દરોગાને સારૂ તથા મારે સારૂ રેલમાંથી ખાવાનું લીધું.