લખાણ પર જાઓ

મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : તે ઉપર વિચાર

વિકિસ્રોતમાંથી
← અનુભવ બીજો : વોકસર્સ્ટની જેલ મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : તે ઉપર વિચાર
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : વોકસર્સ્ટમાં પાછા →


તે ઉપર વિચાર.

મરદોમાંજ અવયવો સંતાડવાની જરૂર નથી. વળી બીજો માણસ આપણા ખાનગી અવયવો તાકીને જોશે એમ માનવાનું કારણ નથી. ખોટી શરમ રાખવાને આપણે કારણ નથી. આપણે પોતે નિર્દોષ મનના હોઇએ તો કુદરતે આપેલી વસ્તુ ખાસ છૂપાવવાની જરૂર શી ? હું જાણું છું કે આ વિચારો હિંદી માત્રને વિચિત્ર લાગે તેવા છે, છતાં મને લાગે છે તે બાબત ઉંડા ઉતરીને ખરૂં શું છે તે જોવા જેવું છે. એવી જાતની હરકતો લાવવાથી આપણને અંતે લડતમાં નુકશાની થાય છે. અગાઉ હિંદી કેદીને ડાક્ટર બિલકુલ ન તપાસતો, પણ એક વખત બે ત્રણ હિંદીને સવાલ પૂછ્યા. તેના જવાબમાં તેઓએ કહ્યું કે તેને કંઇ રોગ ન હતો. ડાક્ટરને વહેમ ગયો તે ઉપરથી તેણે ઉપર પ્રમાણે જવાબ મળવા છતાં પણ કેદીને તપાસ્યા ને તેઓ જૂઠા નીકળ્યા, ત્યારથી ડાક્ટરે હિંદી કેદીને પણ બરાબર તપાસવાનો ઠરાવ કર્યો.

એટલે આપણે જોઇ શકીએ છીએ કે જ્યારે આપણને કંઇ અડચણ આવી પડે છે ત્યારે તેનું કારણ ઘણે ભાગે આપણે પોતે હોઇએ છીએ.