મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : બીજો દિવસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ બીજો : ભરેલાં પગલાં વિષે ફરી વિચાર. તે માટે અંતરનો સંતોષ મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : બીજો દિવસ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : સહેલું કામ →


બીજો દિવસ.

બીજે દહાડે અમને બહાર કહાડ્યા. પણ અમને ગોરા દરોગાની સાથે નહીં મોકલતાં એક કાફર દરોગાની સાથે મોકલ્યા. તે દરોગો પણ ગયા દિવસનો કાફર નહતો. આ કાફર દરોગાને ભલામણ હતી કે અમને બીલકુલ ન ટોકે.