મારો જેલનો અનુભવ/ ૩૫. અનુભવ બીજો : બીજા સત્યાગ્રહીઓ
Appearance
← ૩૪. અનુભવ બીજો : કોર્ટમાં | મારો જેલનો અનુભવ ૩૫. અનુભવ બીજો : બીજા સત્યાગ્રહીઓ મોહનદાસ કરમચંદ ગાંધી |
૩૬. અનુભવ બીજો : કાંકરી ફોડવા જવા માટેની માગણીનો અસ્વીકાર → |
બીજા સત્યાગ્રહીઓ.
હું આ જેલમાં હતો તે દરમ્યાન સત્યાગ્રહી કેદી બહુ વધી ગયા હતા. એક વખત પચાસ ઉપરાંત થઇ ગયા હતા. ઘણાને એક પથરા ઉપર બેશી નાની હથોડી વતી ઝીણી કાંકરી ભાંગવાનું કામ સોંપતા હતા. દશેક જણ ફાટેલાં લુગડાં સીવવા વિગેરે કામમાં રોકાતા. મને સંચામાં ટોપી સીવવાનું કામ સોંપવામાં આવેલું. સંચાનું કામ પહેલું અહિંજ હું શિખ્યો. આ કામ મુશ્કેલ નહતું. તેથી શીખતાં કંઇ વખત ન થયો.