મિથ્યાભિમાન/અંક ૮ મો/નાટક સમાપ્તિ અને આશીર્વાદ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← મિથ્યાભિમાનીને જીવરામભટ્ટની શિખામણ મિથ્યાભિમાન
નાટક સમાપ્તિ અને આશીર્વાદ
દલપતરામ


नाटक समाप्ति विषे


સૂત્રધાર-અરે સભાસદો!મિથ્યાભિમાનથી કોઇ વખત કેવું સંકટ આવી પડે છે તે વાત સારી પેઠે આપના ધ્યાનમાં ઉતરી હશે. માટે હવે એ વિષે વધારે કહેવાનું કાંઇ બાકી રહ્યું નથી. હવે જે ગૃહસ્થે પરોપકાર વાસ્તે આ નાટકનું પુસ્તક ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની મારફતે, ઇનામ આપીને રચાવેલું છે, તે ગૃહસ્થનું *પવિત્ર નામ આ ઠેકાણે આપણે સંભારવું જોઇએ.


शार्दूलविक्रीडित वृत.


भाळ्या भाविक भाटिया जन भला,कोडे बेसे कच्छमां,
त्यां गोविंदजि धर्मशी [૧]गुण-निधि,छे मांडवी स्वच्छमां;
जेणे नाटकनी रसीक रचना,रुडी रचावी नवी;
तेनुं तेम सभासदो सकळनुं.कल्याणवांचे कवि. ८३


સમાપન વર્ષ -


दोहरो.
शास्त्र भूजा ने भक्ति, भू,संवंतनी शरुवात;
पुस्तक आ पूरुं कर्युं, प्रबोधिनी [૨]दिन प्रातः ८४

પછી સર્વ સભાસદોએ સાબાશ! સાબાશ કહીને હર્ષની તાળીઓ બજાવી

[ને સભા બરખાસ્ત થઇ.]

નોંધ

  1. નાટક રચનારનું કે રચાવનારનું નામ પ્રસિધ્ધ કરે નહિ તે કૃતઘ્ની કહેવાય. વેદના મંત્રનો પણ વિનિયોગ કરતાં, તે મંત્રના ઋષિ છંદ, અને દેવતા કહેવા પડે.
  2. કાર્તિક સુદિ ૧૧


(પૂર્ણ)

મિથ્યાભિમાન